બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય વેરાવળ ના બહેનો દ્વારા વેરાવળ બસ સ્ટેશન ખાતે સ્વછતા
સોમનાથ,10 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ડેપો ખાતે સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમગુજરાત સરકાર ના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષા એથી સ્વછતા ને વધુ વેગ આપવા ના હેતુ થી સ્વછતા ઝુંબેશ ના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય વેરાવળ ના બહેનો દ્વ
વેરાવળ બસ સ્ટેશન ખાતે સ્વછતા


સોમનાથ,10 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ડેપો ખાતે સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમગુજરાત સરકાર ના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષા એથી સ્વછતા ને વધુ વેગ આપવા ના હેતુ થી સ્વછતા ઝુંબેશ ના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય વેરાવળ ના બહેનો દ્વારા વેરાવળ બસ સ્ટેશન ખાતે સ્વછતા અંગે જનજાગૃતિ કાર્યક્રમ રાખી મુસાફર જનતા , તેમજ નિગમ ના સ્ટાફ માં સ્વછતા જાળવવા બાબતે સુંદર નાટક* થકી તેમજ પ્રવચન આપી જાગૃતતા લાવવા પ્રયાસો કરેલ.

તેમજ આપણું બસ સ્ટેશન સ્વચ્છ બસ સ્ટેશન,આપણું રાજ્ય સ્વચ્છ રાજ્ય , આપણો દેશ સ્વચ્છ દેશ ની નેમ સાથે આ અભિયાન ને કાયમી માટે ચાલુ રાખી બસ સ્ટેશન ને સ્વચ્છ રાખવા બધા પ્રતિગ્નાબદ્ધ થયેલ. ખાસ કરીને આ સ્વછતા ઝુંબેશ ની અંદર મુસાફરોને પણ પોતાની ફરજ બજાવવી જરૂરી છે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande