ગણદેવીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.7.75 લાખનો મુદ્દામાલ જપ્ત
નવસારી, 10 ઓગસ્ટ (હિ.સ.): નવસારી જિલ્લાના ગણદેવી પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. ગણદેવા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા નજીક નાકાબંધી દરમિયાન પોલીસે એક પીકઅપ વાહનને અટકાવી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂ અને બીયરની કુલ 288 બોટલો મળી આવી
Navsari


નવસારી, 10 ઓગસ્ટ (હિ.સ.): નવસારી જિલ્લાના ગણદેવી પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. ગણદેવા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા નજીક નાકાબંધી દરમિયાન પોલીસે એક પીકઅપ વાહનને અટકાવી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂ અને બીયરની કુલ 288 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ-બીયરનો અંદાજે રૂ.2.65 લાખનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ.5 લાખની ટાટા ઈન્ટ્રા V20 પીકઅપ તેમજ બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આમ, સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.7.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી યોગેશભાઈ નવીનભાઈ નાયક (26) અને ધ્રુવ રૂપેશભાઈ ધોડી (22)ની ધરપકડ કરી છે.

આ કેસમાં દારૂનો જથ્થો ભરી આપનાર રાજ શશિકાન્ત ભંડારી અને દારૂ મંગાવનાર અતુલભાઈ બળદેવભાઈ વાઘેલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એ. પટેલ કરી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, ડીવાયએસપી બી.વી. ગોહીલ અને પીઆઈ એન.આઈ. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande