‘નિહારિકા–સાવન મિલન તથા મહિલા સંમેલન–2026’માં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરમાં ગુજરાત પ્રદેશ અગ્રવાલ મહિલા મહાસભા તથા મહિલા સમિતિ, અગ્રવાલ સમાજ દ્વારા ‘નિહારિકા–સાવન મિલન તથા મહિલા સંમેલન–2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાવનગરના તબીબ, પ્રકૃતિપ્રેમી તથા સ્વચ્છ ભારત મિશન (
પર્યાવરણ સરક્ષણ નો સંદેશ આપવામાં આવ્યો


ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરમાં ગુજરાત પ્રદેશ અગ્રવાલ મહિલા મહાસભા તથા મહિલા સમિતિ, અગ્રવાલ સમાજ દ્વારા ‘નિહારિકા–સાવન મિલન તથા મહિલા સંમેલન–2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાવનગરના તબીબ, પ્રકૃતિપ્રેમી તથા સ્વચ્છ ભારત મિશન (અર્બન), ભાવનગર મહાનગરપાલિકા–ગુજરાત સરકારના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ એસ. દોશીને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સંમેલનમાં ડૉ. તેજસ દોશીએ ‘પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને પ્લાસ્ટિકમુક્ત જીવન–લોકશાહીમાં દરેક નાગરિકની અનિવાર્ય ફરજ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે કોઈ એક સંસ્થાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. સ્વચ્છતા અને પર્યાવરણમૈત્રી જીવનશૈલીને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી સ્વસ્થ અને ટકાઉ સમાજનું નિર્માણ થઈ શકે છે.

મહિલાઓની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું હતું કે પરિવર્તનની શરૂઆત પરિવારથી થઈ શકે છે. મહિલાઓ પરિવારના સભ્યોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી દૂર રાખવા, કાપડની થેલીનો ઉપયોગ કરવા, સ્વચ્છતા જાળવવા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે પ્રેરિત કરી શકે છે.

કાર્યક્રમ દરમિયાન સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર, કાપડની થેલીનો ઉપયોગ, સ્વચ્છતા જાળવણી, વૃક્ષો અને જૈવવિવિધતાનું રક્ષણ, પાણી સહિતના કુદરતી સંસાધનોની બચત તથા પ્લાસ્ટિકમુક્ત ભાવનગર માટે સામૂહિક સંકલ્પ લેવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

ડૉ. દોશીએ જણાવ્યું હતું કે સાવન મિલન માત્ર ઉજવણી પૂરતું સીમિત ન રહે, પરંતુ જાગૃતિ, જવાબદારી અને જનભાગીદારીનો પ્રસંગ બને તે જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande