ભાવનગરમાં રૂ.4.17 લાખના મુદ્દામાલ સાથે દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર શહેરમાં બહારથી લાવવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કા
દારૂના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી


ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર શહેરમાં બહારથી લાવવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળેલી બાતમી મુજબ હરેશ કાનજી આસોદરીયા નામનો શખ્સ ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે પોતાની કબજાની મહિન્દ્રા XUV 500 કારમાં પરપ્રાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરી ભાવનગર તરફ આવવાનો હતો. જેના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી.

કારની તપાસ દરમિયાન દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવમાં વેચાણ માટેની કંપની સીલપેક ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 864 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની કુલ કિંમત રૂ.1,07,856 ગણાવી છે.

આ ઉપરાંત પોલીસે રૂ.3 લાખની મહિન્દ્રા XUV 500 કાર અને રૂ.10 હજારનો વીવો Y56 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,17,856નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે હરેશ કાનજી આસોદરીયા, ઉંમર 49, રહે. હાલ કામરેજ, સુરત અને મૂળ ગોંડલ, રાજકોટની ધરપકડ કરી છે. જ્યારે પરેશ દામજીભાઈ શિયાળ, રહે. મહુવા, હાલ સુરત,ની ધરપકડ કરવાની બાકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande