રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષા ચોડવડિયાનું સન્માન
અમરેલી,17 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષા ચોડવડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષા ચોડવડિયાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્
રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયાનું સન્માન


અમરેલી,17 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષા ચોડવડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષા ચોડવડિયાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ પણ દક્ષા ચોડવડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગ્રામ્ય વિસ્તારના વિકાસ, લોકોના પ્રશ્નોના નિરાકરણ અને વિવિધ વિકાસલક્ષી કામગીરીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા રહે છે.

આ પ્રસંગે રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ દક્ષા ચોડવડિયાના કાર્યને બિરદાવ્યું હતું અને તેમના આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની કામગીરી વધુ વેગવંતી બને તેમજ લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે સૌના સહકારની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

સન્માન સમારોહમાં ઉપસ્થિત લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાલ ઓઢાડી સન્માન કરવાની પરંપરા દ્વારા દક્ષાબેન ચોડવડિયાની કામગીરીને માન અને સન્માન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો તથા કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી અને દક્ષા ચોડવડિયાને તેમના જાહેર જીવનમાં વધુ સારી કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande