ઉપેરા ગામે સામૂહિક સોકપિટના કામોનું નિરીક્ષણ, સ્વચ્છતા અને જળસંચય પર ભાર
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામે બ્લોક કો-ઓર્ડિનેટર અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર દ્વારા સામૂહિક સોકપિટના ચાલી રહેલા કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન સોકપિટની ગુણવત્તા, કામગીરીની પ્રગ
ઉપેરા ગામે સામૂહિક સોકપિટના કામોનું નિરીક્ષણ, સ્વચ્છતા અને જળસંચય પર ભાર


મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામે બ્લોક કો-ઓર્ડિનેટર અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર દ્વારા સામૂહિક સોકપિટના ચાલી રહેલા કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન સોકપિટની ગુણવત્તા, કામગીરીની પ્રગતિ તેમજ ટેકનિકલ માપદંડોનું અવલોકન કરવામાં આવ્યું હતું.

સામૂહિક સોકપિટ ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ભૂગર્ભ જળના પુનર્ભરણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ કામગીરીથી સ્વચ્છતા જળવાશે તેમજ પાણીના સંગ્રહમાં પણ વધારો થશે. અધિકારીઓએ સંબંધિત કર્મચારીઓ અને ગ્રામજનો સાથે ચર્ચા કરી કામગીરી સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. નિરીક્ષણ દરમિયાન ગામમાં ચાલી રહેલી સ્વચ્છતા અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે આવા નિરીક્ષણો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા હોવાનું જણાવાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande