એક જ થાળામાં બે શિવલિંગ! રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવના પ્રથમ સોમવારે સવારની આરતીના કરો દર્શન
અમરેલી,17 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વિશ્વમાં એકમાત્ર એક જ થાળામાં બે શિવલિંગ બિરાજમાન હોવાની વિશેષતા ધરાવતા આ પવિત્ર ધામે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મ
એક જ થાળામાં બે શિવલિંગ! રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવના પ્રથમ સોમવારે સવારની આરતીના કરો દર્શન


અમરેલી,17 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વિશ્વમાં એકમાત્ર એક જ થાળામાં બે શિવલિંગ બિરાજમાન હોવાની વિશેષતા ધરાવતા આ પવિત્ર ધામે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.

પ્રથમ સોમવારના પાવન અવસરે ભગવાન રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવની સવારની આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શિવલિંગના દર્શન અને પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

ધાર્મિક માન્યતા અને અનોખી વિશેષતાને કારણે રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવનું મંદિર ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. એક જ થાળામાં બે શિવલિંગના દર્શન કરવાની તક શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભવ સમાન બની રહે છે.

પ્રથમ સોમવારે ભગવાન મહાદેવને જળાભિષેક, પૂજા અને આરતી કરી ભક્તોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande