સુરતમાં ધોરણ 11ના બે સગીર વિદ્યાર્થીઓ ઘરેથી નીકળી વલસાડ પહોંચ્યા, પોલીસ શોધી લાવી: પોક્સો હેઠળ કાર્યવાહી
સુરત, 17 ઓગસ્ટ (હિ.સ.) સુરતમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા અને તેની સાથે ટ્યુશનમાં ભણતા સગીર વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ જતા પરિવારમાં ચિંતા ફેલાઈ હતી. સગીરાનો કોઈ પત્તો ન લાગતા તેના પિતાએ અશ્વિનીકુમાર પોલીસ
સુરતમાં ધોરણ 11ના બે સગીર વિદ્યાર્થીઓ ઘરેથી નીકળી વલસાડ પહોંચ્યા, પોલીસ શોધી લાવી: પોક્સો હેઠળ કાર્યવાહી


સુરત, 17 ઓગસ્ટ (હિ.સ.) સુરતમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા અને તેની સાથે ટ્યુશનમાં ભણતા સગીર વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ જતા પરિવારમાં ચિંતા ફેલાઈ હતી. સગીરાનો કોઈ પત્તો ન લાગતા તેના પિતાએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસે બંનેને વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા વિલ્સન હિલ્સ વિસ્તારમાંથી શોધી કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે મિત્રતા પ્રેમસંબંધમાં બદલાઈ હોવાનું અને ઘરેથી સાથે જ નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હોવાની માહિતી પણ પોલીસને મળી છે.

આ સમગ્ર મામલે પોલીસે સગીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ પોક્સો અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે કિશોરવયના બાળકો સાથે જોડાયેલા આવા કેસોમાં પરિવાર અને શૈક્ષણિક સંસ્થાઓએ સતત સંવાદ અને માર્ગદર્શન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande