સુરતમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશયાત્રા યોજાઈ
સુરત, 17 ઓગસ્ટ (હિ.સ.): સુરત શહેરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ભક્તિ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. આ અવસરે જહાંગીરપુરા સ્થિત રામ મઢી આશ્રમથી ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ
Surat


સુરત, 17 ઓગસ્ટ (હિ.સ.): સુરત શહેરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ભક્તિ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. આ અવસરે જહાંગીરપુરા સ્થિત રામ મઢી આશ્રમથી ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કળશયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રામ મઢી આશ્રમ (ઈસ્કોન મંદિર નજીક)થી શરૂ થયેલી આ યાત્રામાં ભક્તોએ ધાર્મિક ભાવના સાથે ભાગ લીધો અને સમગ્ર માર્ગ પર આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, સુરતના મેયર માયાબેન માવાણી તેમજ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande