જાબુંડીની વાડીએ તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા, LCBએ ₹60,100નો મુદ્દામાલ કબજે કર્યો
કચ્છ, 26 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજને પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા તીનપત્તીના જુગાર અંગે મળેલી ચો
જાંબુડી જુગાર કેસના આરોપીઓ


જાંબુડી જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 26 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજને પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા તીનપત્તીના જુગાર અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાબુંડી ગામની સીમમાં એક વાડી ખાતે દરોડો પાડી પોલીસે રોકડ રકમ સાથે નવ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, LCBની ટીમ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે વિશ્વસનીય બાતમી મળી હતી કે જાબુંડી ગામની સીમ વિસ્તારમાં સ્મિતરાજસિંહ કૃષ્ણકુમારસિંહ જાડેજાની વાડીમાં આવેલા ખુલ્લા શેડ નીચે કેટલાક ઇસમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમી મળતા જ ટીમે સમય ગુમાવ્યા વિના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી નવ ઇસમોને ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.15,100 રોકડ, ગંજીપાનાં 52 નંગ તથા રૂ.45,000ની કિંમતના નવ મોબાઇલ ફોન મળી કુલ રૂ.60,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પકડાયેલા શખ્સોમાં સ્મિતરાજસિંહ કૃષ્ણકુમારસિંહ જાડેજા, દિપ મુકેશભાઈ ઠક્કર, બાદલગિરી અનીલગર ગોસ્વામી, ભરત દેવાભાઈ રબારી, પ્રિત રાજેશભાઈ ઠક્કર, રૂતુરાજસિંહ કિરીટસિંહ જાડેજા, ગિરીરાજસિંહ હકુમતસિંહ જાડેજા, નિર્મલ પ્રવિણભાઈ જોષી અને સોહિલ જુમા મણકાનો સમાવેશ થાય છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande