પાટણ શહેરના વોર્ડ નંબર 10 ના વિવિધ વિસ્તારોમાં, તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માંગ.
પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નંબર 10 (નગરપાલિકા વોર્ડ નંબર 8)ના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મોટી ભાટિયાવાડ રોડ, ચામુંડા માતાજી મંદિર
પાટણ શહેરના વોર્ડ નંબર 10 ના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માંગ.


પાટણ શહેરના વોર્ડ નંબર 10 ના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માંગ.


પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નંબર 10 (નગરપાલિકા વોર્ડ નંબર 8)ના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં મોટી ભાટિયાવાડ રોડ, ચામુંડા માતાજી મંદિર વિસ્તાર, ફોફળિયાવાડ, રઘુનાથજી પોળ, સોનીવાડ, નીલમ સિનેમા તરફનો વિસ્તાર અને કુંભારવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારો ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી વિસ્તારોમાં વસ્તીના માળખામાં બદલાવ આવી રહ્યો છે અને મિલકતોના હસ્તાંતરણમાં વધારો થયો છે. જેના કારણે સ્થાનિક પરિવારોમાં અસલામતીની ભાવના ઊભી થઈ રહી છે અને કેટલાક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બનતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.

મિલકતોના દબાણપૂર્વકના ખરીદ-વેચાણને અટકાવવા માટે ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1986ની કલમ 3 અને 4 મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના મિલકત હસ્તાંતરણ ન થાય તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ કરાઈ છે.

વધુમાં, ભાટિયા, મોઢજી, પંચાલ, સોની અને વાલ્મીકી સહિતના નાના સમાજના લોકોમાં સુરક્ષાની ભાવના વધે તે માટે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande