કેનેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
મૂળ ભરૂચના પથિક શુક્લાએ પરિવાર સાથે મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું વર્ષો બાદ ગુજરાતના મુખ્યમંત્રીની કેનેડા મુલાકાત ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા’દ્વારા માત્ર સ્વાગત નહીં ભૂપેન્દ્ર પટેલની કેનેડા મુલા
કેનેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત


કેનેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત


કેનેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત


કેનેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત


કેનેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત


મૂળ ભરૂચના પથિક શુક્લાએ પરિવાર સાથે મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું

વર્ષો બાદ ગુજરાતના મુખ્યમંત્રીની કેનેડા મુલાકાત ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ

‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા’દ્વારા માત્ર સ્વાગત નહીં ભૂપેન્દ્ર પટેલની કેનેડા મુલાકાતથી ટેકનોલોજી અને રોકાણને મળશે નવો વેગ

ભરૂચ 27 ઓગસ્ટ (હિ.સ.)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેનેડા મુલાકાત નિમિત્તે ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા’ દ્વારા ભવ્ય સ્વાગત અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Dહોલિડે ઈન ટોરોન્ટોના બેલરૂમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં, કેનેડામાં વસતા અગ્રણી ગુજરાતી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, વ્યવસાયિકો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ગુજરાતી સમુદાયના મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સંવાદ દરમિયાન ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને રોકાણલક્ષી નીતિઓ સાથે નવીનીકરણીય ઊર્જા, મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં રહેલી રોકાણ અને સહયોગની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાત અને કેનેડા વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી, જ્ઞાન અને સંસ્થાકીય સહયોગને વધુ ગતિ આપવા તથા બંને દેશોના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો માટે નવા વ્યવસાયિક અવસરો ઊભા કરવા અંગે પણ વિચારવિમર્શ થયો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેનેડા મુલાકાત માત્ર એક ઔપચારિક સ્વાગત સમારોહ પૂરતી સીમિત ન રહેતા, ગુજરાત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહી છે. આ ખાસ કાર્યક્રમમાં વેપાર, રોકાણ અને ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક સહયોગ વધારવા અંગે સકારાત્મક ચર્ચાઓ થઈ હતી. આયોજકો દ્વારા મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ રોકાણકારો અને સામાજિક આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કેનેડા ખાતે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતી સમુદાય અને વૈશ્વિક રોકાણકારોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેનેડા સ્થિત ઉદ્યોગપતિઓ, રોકાણકારો તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમ માત્ર મુખ્યમંત્રીના સ્વાગત પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ તેણે ગુજરાત અને કેનેડા વચ્ચેના આર્થિક અને શૈક્ષણિક સંબંધોને એક નવી દિશા આપી છે. કાર્યક્રમ દરમિયાન બંને પ્રદેશો વચ્ચે વેપાર, નવીન ટેકનોલોજીની આપ-લે અને વૈશ્વિક રોકાણની શક્યતાઓ અંગે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

સમારોહના અંતે આયોજકો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપસ્થિત તમામ મહાનુભાવો, રોકાણકારો, સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમગ્ર કેનેડિયન-ગુજરાતી સમુદાયનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આગામી સમયમાં ગુજરાત માટે વૈશ્વિક રોકાણના નવા દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ મુલાકાત સમગ્ર ગુજરાતી સમુદાય માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ

‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા’ના પ્રમુખ અખિલ શાહે જણાવ્યું હતું કે,ઘણાં વર્ષો બાદ ગુજરાતના મુખ્યમંત્રીની કેનેડા મુલાકાત સમગ્ર ગુજરાતી સમુદાય માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ છે. આ મુલાકાતથી કેનેડાના ઉદ્યોગકારો અને રોકાણકારોમાં ગુજરાત પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં કેનેડાથી ગુજરાતમાં નવા રોકાણ, ટેક્નોલોજી તથા વ્યાપારિક સહયોગને નોંધપાત્ર વેગ મળશે.ગુજરાત આજે ભારતના સૌથી પ્રગતિશીલ, ઉદ્યોગસ્નેહી અને રોકાણ માટે અનુકૂળ રાજ્યોમાં અગ્રસ્થાને છે. કેનેડામાં સફળતાપૂર્વક કાર્યરત ગુજરાતી ઉદ્યોગકારો પોતાની મૂડી, વૈશ્વિક અનુભવ, આધુનિક ટેક્નોલોજી અને વ્યાવસાયિક નેટવર્ક દ્વારા ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે.ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા બંને દેશોના ઉદ્યોગકારો, રોકાણકારો અને સંસ્થાઓ વચ્ચે અસરકારક સેતુ તરીકે કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારો ઉદ્દેશ માત્ર ગુજરાત અને કેનેડાના ગુજરાતી સમુદાય વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને જાળવી રાખવાનો નથી, પરંતુ આ સંબંધોને નવા વેપાર,કે રોકાણ, રોજગાર સર્જન અને દીર્ઘકાલીન આર્થિક સહયોગમાં પરિવર્તિત કરવાનો છે.”

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ અને પીબીડી માટે વિશાળ બિઝનેસ ડેલિગેશનની જાહેરાત

કાર્યક્રમ દરમિયાન અખિલ શાહે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ અને જાન્યુઆરી 2027માં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ ( પીબીડી ) દરમિયાન કેનેડાથી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓનું વિશાળ બિઝનેસ ડેલિગેશન ભારત લઈ જશે.આ પ્રતિનિધિમંડળ ગુજરાત અને ભારતના ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, વ્યાપારિક સંગઠનો તથા સંભવિત બિઝનેસ પાર્ટનર્સ સાથે બેઠક અને સંવાદ યોજશે. આ મુલાકાતો દરમિયાન રોકાણની તકો, સંયુક્ત સાહસ , ટેક્નોલોજી ટ્રાન્સફર, આયાત-નિકાસ, વ્યાપારિક ભાગીદારી તથા અન્ય વ્યૂહાત્મક સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.આ પહેલને ગુજરાત અને કેનેડા વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ અને પીબીડી માટે વિશાળ બિઝનેસ ડેલિગેશનની જાહેરાત

કાર્યક્રમ દરમિયાન અખિલ શાહે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ અને જાન્યુઆરી 2027માં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ ( પીબીડી ) દરમિયાન કેનેડાથી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓનું વિશાળ બિઝનેસ ડેલિગેશન ભારત લઈ જશે.આ પ્રતિનિધિમંડળ ગુજરાત અને ભારતના ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, વ્યાપારિક સંગઠનો તથા સંભવિત બિઝનેસ પાર્ટનર્સ સાથે બેઠક અને સંવાદ યોજશે. આ મુલાકાતો દરમિયાન રોકાણની તકો, સંયુક્ત સાહસ , ટેક્નોલોજી ટ્રાન્સફર, આયાત-નિકાસ, વ્યાપારિક ભાગીદારી તથા અન્ય વ્યૂહાત્મક સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.આ પહેલને ગુજરાત અને કેનેડા વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

ગુજરાતી સમુદાય બંને દેશોને જોડતી સૌથી મોટી શક્તિ

કેનેડા અને ભારત વચ્ચે ઐતિહાસિક અને મજબૂત માનવીય, શૈક્ષણિક તથા વ્યાપારિક સંબંધો છે. કેનેડામાં સફળતાપૂર્વક વસેલો વિશાળ ભારતીય અને ગુજરાતી સમુદાય બંને દેશોને પરસ્પર જોડતી સૌથી મોટી શક્તિ છે. આ માનવીય જોડાણને હવે વધુ મજબૂત આર્થિક ભાગીદારીમાં પરિવર્તિત કરવાનો સમય છે. ગુજરાતની ઉદ્યોગસાહસિકતા અને કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયની વૈશ્વિક વ્યવસાયિક ક્ષમતાનો સમન્વય બંને દેશો માટે રોકાણ, નવીનતા, રોજગાર અને આર્થિક વિકાસની નવી તકો ઊભી કરી શકે છે.

સફળ આયોજન માટે આયોજકોનો મહત્વપૂર્ણ ફાળો

કાર્યક્રમના સફળ આયોજનમાં ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા’ના પ્રમુખ અખિલ શાહ, પૂર્વિશ ભાવસાર અને મૂળ ભરૂચના પથિક શુક્લાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આયોજકોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપસ્થિત મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, રોકાણકારો, સામાજિક આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સમગ્ર ગુજરાતી સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande