પાટણના રેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલનો જન્મદિવસ ઉજવાયો
પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)પાટણના રેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ સ
પાટણના રેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલનો જન્મદિવસ ઉજવાયો


પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)પાટણના રેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો-કાર્યકરો, સામાજિક અગ્રણીઓ, સરપંચો, કોર્પોરેટરો અને ડેલિગેટોએ હાજરી આપી ડૉ. કિરીટભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે હાજર રહેલા અનેક કાર્યકરો અને મહાનુભાવો, રાજકીય આગેવાનો એ વિસ્તાર માટે અવનવા કાર્યક્રમો અને સેવાકીય કાર્યો કરવાનો સંકલ્પ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande