રક્ષાબંધને કાકોશીમાં ધાર્મિક એકતાની અનોખી પરંપરા
પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરના કાકોશી ગામમાં રક્ષાબંધન પર્વ ભાઈ-બહેનના પ્રેમની સાથે ધાર્મિક એકતાનું પણ અનોખું ઉદાહરણ બની રહ્યું છે. અહીં વર્ષોથી હિંદુ-મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહ્યો છે. ગામના પૂર્વ સરપંચ એસ.જે. પઠાણ છેલ્લા 22 વર્ષથી ધર્મના માનેલા ભ
રક્ષાબંધને કાકોશીમાં ધાર્મિક એકતાની અનોખી પરંપરા


રક્ષાબંધને કાકોશીમાં ધાર્મિક એકતાની અનોખી પરંપરા


રક્ષાબંધને કાકોશીમાં ધાર્મિક એકતાની અનોખી પરંપરા


પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરના કાકોશી ગામમાં રક્ષાબંધન પર્વ ભાઈ-બહેનના પ્રેમની સાથે ધાર્મિક એકતાનું પણ અનોખું ઉદાહરણ બની રહ્યું છે. અહીં વર્ષોથી હિંદુ-મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહ્યો છે.

ગામના પૂર્વ સરપંચ એસ.જે. પઠાણ છેલ્લા 22 વર્ષથી ધર્મના માનેલા ભાઈ ડાહ્યાભાઈ પંચાલને રાખડી બંધાવે છે. આ વર્ષે પણ રાખડી બાંધીને બંનેએ ભાઈ-બહેનના અતૂટ સ્નેહનો નાતો જાળવી રાખ્યો હતો.

બીજા કિસ્સામાં રહેતા હિંદુ રાજપૂત બહેન છેલ્લા 33 વર્ષથી પોતાના મુસ્લિમ ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવે છે. આ પરંપરા સમાજમાં ધાર્મિક એકતા, ભાઈચારો અને માનવતાનો સુંદર સંદેશ આપી રહી છે. ગામની આ પરંપરાથી આજુબાજુના અનેક ગામના લોકો પ્રભાવિત છે અને તેનું અનુકરણ કરવાની ખેવના રાખે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande