રતનાલ ડેમ પાસે જુગારની મહેફિલ પર અંજાર પોલીસનો સપાટો, 6 શખ્સો ઝડપાયા
કચ્છ, 29 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ થયો છે. રતનાલ ગામના ડેમ નજીક કેટલાક શખ્સો ગંજીપાનાથી રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા હ
રતનાલ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 29 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ થયો છે. રતનાલ ગામના ડેમ નજીક કેટલાક શખ્સો ગંજીપાનાથી રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા હોવાની માહિતી મળતાં અંજાર પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસની અચાનક કાર્યવાહીને પગલે જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી હતી.

પોલીસ સ્ટાફ રતનાલ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ રતનાલ ડેમ નજીક પહોંચી હતી. બાતમી મુજબ સ્થળ પર કેટલાક ઇસમો ભેગા થઈ ગંજીપાનાથી પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોવાનું પોલીસને જણાયું હતું. પોલીસે સ્થળને કોર્ડન કરી દરોડો પાડતાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં રતનાલના ખારીવાસ વિસ્તારમાં રહેતા બાબુભાઈ પેથાભાઈ ડુંગરીયા, ભીમજીભાઈ ઉમરભાઈ કોલી અને અમરતભાઈ કાનજીભાઈ ભંગીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રતનાલના માવજીભાઈ શામજીભાઈ માતા અને હરીભાઈ પરબતભાઈ પરમાર તેમજ ભુજ તાલુકાના ધરમપુરના જેશંગભાઈ નથુભાઈ કોલીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જુગારધારા કલમ 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રતનાલ ડેમ નજીક જાહેરમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande