‘કોઈ ન રહે પાછળ, વિદ્યા વધે આગળ’ના સંકલ્પ સાથે ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’નો કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી મહેસાણા ખાતે ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. **‘કોઈ ન રહે પાછળ, વિદ્યા વધે આગળ’**ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં દરેક બ
‘કોઈ ન રહે પાછળ, વિદ્યા વધે આગળ’ના સંકલ્પ સાથે ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’નો કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.)

શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી મહેસાણા ખાતે ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. **‘કોઈ ન રહે પાછળ, વિદ્યા વધે આગળ’**ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં દરેક બાળક શિક્ષણ સાથે જોડાય અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

રાજ્યકક્ષાના મંત્રી તથા મહેસાણાના પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા, મ્યુનિસિપલ કમિશનર શાલિની દુહાન (IAS), મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળા છોડી ગયેલા બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ સાથે જોડવાના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાળકો શિક્ષણથી દૂર ન થાય અને તેમને જરૂરી શૈક્ષણિક તકો મળી રહે તે માટે પરિવાર, શાળા અને સમાજની સહભાગિતા જરૂરી હોવાનું જણાવાયું હતું.

‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને શિક્ષણની તક મળે, કોઈ બાળક પાછળ ન રહી જાય અને શિક્ષણના માધ્યમથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande