જાદવજીબાપા ધામેલીયાના નામની, સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ
બોટાદ,09 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામમાં જૂની પેઢીના જાણીતા કલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળા આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર, લેખક, ચિંતક અને પદ્મશ્રી વિભૂષિત સમાજ
શાળાનું લોકાર્પણ કરતાં આગેવાનો


બોટાદ,09 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામમાં જૂની પેઢીના જાણીતા કલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળા આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર, લેખક, ચિંતક અને પદ્મશ્રી વિભૂષિત સમાજસેવક જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત કરવામાં આવી છે.

જગદીશ ત્રિવેદી, છેલ્લા નવ વર્ષથી પોતાના દેશ-વિદેશના કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરી રહ્યા છે. હાલ તેઓ પોતાના ક્ષેત્રના વડીલ કલાકારોના નામની શાળાઓનું નિર્માણ કરી રહ્યા છે. આ શ્રેણીની પાંચમી અને કુલ સોળમી શાળાનું સાંજણાવદર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમાં, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, ગઢડાના ધારાસભ્ય તથા સંત સવૈયાનાથ ધામના મહંત શંભુપ્રસાદજી ટુંડિયા, શાળાના દાતા જગદીશ ત્રિવેદી, કિરણ હોસ્પિટલ સુરતના ચેરમેન અને જળક્રાંતિ અભિયાનના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી તેમજ જૂની પેઢીના હાસ્યકલાકાર, લેખક અને ચિંતક પદ્મશ્રી શાહબુદીન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જાદવજીબાપાના પુત્ર અને હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયા સહિત મોટી સંખ્યામાં કલાકારો, જાદવજીબાપાના ચાહકો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, શાળાના નામની તકતીનું અનાવરણ તેમજ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાળાના નિર્માણથી સાંજણાવદર સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને, શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande