ભાવનગરમાં 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી આર્મી ભરતી રેલી યોજાશે
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગરના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર
આર્મી ભરતી રેલી


ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગરના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ તથા અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું પાસ અને 10મું પાસ કેટેગરી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ ભરતી રેલીમાં જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ તેમજ દીવના ઉમેદવારો ભાગ લઈ શકશે.

રેલીના આયોજન મુજબ 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, 4 સપ્ટેમ્બરે પાટણ, રાજકોટ અને અમરેલી, 5 સપ્ટેમ્બરે બોટાદ, જામનગર અને જૂનાગઢ તથા 6 સપ્ટેમ્બરે કચ્છ અને ગીર સોમનાથના અગ્નિવીર જનરલ ડ્યુટીના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા થશે. 7 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા તેમજ ભાવનગર, ગારીયાધાર અને ઘોઘા તાલુકાના ઉમેદવારો, જ્યારે 8 સપ્ટેમ્બરે જેસર, પાલિતાણા, સિહોર અને પોરબંદરના ઉમેદવારો માટે પ્રક્રિયા યોજાશે. 9 સપ્ટેમ્બરે મોરબી તથા ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ઉમેદવારોની ભરતી સાથે અગ્નિવીર ટેકનિકલ કેટેગરીની પ્રક્રિયા થશે. 10 સપ્ટેમ્બરે ટ્રેડ્સમેન કેટેગરી અને 11 સપ્ટેમ્બરે મેડિકલ બાકી રહેલા ઉમેદવારોનું શેડ્યૂલ રહેશે.

ઉમેદવારોએ જરૂરી મૂળ દસ્તાવેજો અને ઝેરોક્સ સાથે રાખવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રહેશે. ઉમેદવારોએ ભરતીના નામે કોઈ વ્યક્તિને લાંચ આપવી નહીં અને બેઈમાન એજન્ટોથી સાવચેત રહેવું.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande