ભરૂચમાં ઈખર પ્રાથમિક શાળાના બીજા ધોરણના બાળકને શિક્ષકે પાઇપ વડે માર માર્યો
કુમાર પ્રાથમિક શાળામાં નિર્દયી શિક્ષકની દાદાગીરી, માસૂમ બાળકને માર મારતા રોષ હસનૈનની માતાએ આ હેવાન શિક્ષકની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની કરી માંગ માસૂમ પુત્ર પર વીતેલી આપવીતી જણાવતા માતા આશિયાના દીવાનની આંખો છલકાઈ ભરૂચ 01 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ
ભરૂચમાં ઈખર પ્રાથમિક શાળાના બીજા ધોરણના બાળકને શિક્ષકે પાઇપ વડે માર માર્યો


ભરૂચમાં ઈખર પ્રાથમિક શાળાના બીજા ધોરણના બાળકને શિક્ષકે પાઇપ વડે માર માર્યો


ભરૂચમાં ઈખર પ્રાથમિક શાળાના બીજા ધોરણના બાળકને શિક્ષકે પાઇપ વડે માર માર્યો


ભરૂચમાં ઈખર પ્રાથમિક શાળાના બીજા ધોરણના બાળકને શિક્ષકે પાઇપ વડે માર માર્યો


કુમાર પ્રાથમિક શાળામાં નિર્દયી શિક્ષકની દાદાગીરી, માસૂમ બાળકને માર મારતા રોષ

હસનૈનની માતાએ આ હેવાન શિક્ષકની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની કરી માંગ

માસૂમ પુત્ર પર વીતેલી આપવીતી જણાવતા માતા આશિયાના દીવાનની આંખો છલકાઈ

ભરૂચ 01 સપ્ટેમ્બર (હિ.સ.)

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા પર પ્રતિબંધ હોવા છતાં શિક્ષકોની બર્બરતાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા.ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામની કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 2 ના માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શાળાના મુબારક નામના શિક્ષકે પ્લાસ્ટિકની પાઇપ વડે નિર્દયતાપૂર્વક માર મારતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. માસૂમ બાળક પર થયેલા અત્યાચાર બાદ તેની માતાએ મીડિયા સમક્ષ આવીને પુત્ર પર વીતેલી આપવીતી રજૂ કરતા શિક્ષણ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આમોદના ઇખર ગામે શિક્ષક હેવાન બની વિદ્યાર્થીને પાઇપ વડે માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે .કુમાર પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા ધોરણ 2 જામા અભ્યાસ કરતા વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો છે.મુબારક નામના શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાનો સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.ઘરે જઈને માતા આશિયાના દિવાનનેક દીકરા ઉપર વીતેલી આપવીતી રજૂ કરી હતી .

આમોદ તાલુકાના ઈખર ગામની કુમાર પ્રાથમિક શાળામાં બીજા ધોરણમાં ભણતો હસનૈન રિઝવાન દીવાન રોજની જેમ શાળાએ ગયો હતો. તે દરમિયાન શાળાના શિક્ષક મુબારક કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયા હતા અને માસૂમ બાળકને પાઇપ વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. શિક્ષકના મારથી હેબતાઈ ગયેલો બાળક ઘર ભેગો થયો હતો અને તેણે પોતાની આપવીતી પરિવારને જણાવી હતી.

બાળકની શારીરિક સ્થિતિ અને શરીરે પડેલા નિશાનો જોઈને તેની માતા આશિયાના દીવાન ભાંગી પડ્યા હતા. માતા આશિયાના દીવાને રોષ સાથે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના નાના દીકરા સાથે શિક્ષકે અમાનુષી વર્તન કર્યું છે. ગુરુનું સ્થાન ધરાવતા શિક્ષક દ્વારા આવી બર્બરતા આચરવામાં આવતા સ્થાનિક વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ આ નિર્દયી શિક્ષક સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવાની અને તેને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande