20મી એશિયન ગેમ્સ: SAI NCOE અમદાવાદ ખાતેથી ભારતીય સ્વિમિંગ ટીમને સેન્ડ-ઑફ અપાયું
- રાષ્ટ્રીય તાલીમ કેમ્પ પૂર્ણ કર્યા બાદ ભારતીય સ્વિમર્સ જાપાનમાં ઉત્કૃષ પ્રદર્શન માટે સજ્જ - SAI અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સ્વિમર્સને વિજયી શુભકામનાઓ પાઠવી અમદાવાદ,10 સપ્ટેમ્બર (હિ.સ.) જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનાર 20મી એશિયન ગેમ્સ
20th Asian Games Indian swimming team sent off from SAI NCOE Ahmedabad


20th Asian Games Indian swimming team sent off from SAI NCOE Ahmedabad


- રાષ્ટ્રીય તાલીમ કેમ્પ પૂર્ણ કર્યા બાદ ભારતીય સ્વિમર્સ જાપાનમાં ઉત્કૃષ પ્રદર્શન માટે સજ્જ

- SAI અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સ્વિમર્સને વિજયી શુભકામનાઓ પાઠવી

અમદાવાદ,10 સપ્ટેમ્બર (હિ.સ.) જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનાર 20મી એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય સ્વિમિંગ ટીમનો સેન્ડ-ઑફ (વિદાય) સમારંભ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(SAI) નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ(NCOE),અમદાવાદ ખાતે યોજાયો હતો.

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય તાલીમ કેમ્પમાં આકરા તાલીમ સત્રો પૂર્ણ કર્યા બાદ સ્વિમર્સ, કોચિંગ સ્ટાફ અને વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટીમને જાપાન માટે વિદાયમાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે SAI સપોર્ટ સ્ટાફ દ્વારા પરંપરાગત તિલક કરીને ખેલાડીઓને વિદાયમાન આપવા સાથે વિજયી પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સમારંભ દરમિયાન હેડ કોચ પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે, આ તાલીમ કેમ્પ દરમિયાન તમામ સ્વિમર્સે શારીરિક અને માનસિક રીતે સખત મહેનત કરી છે અને ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને ફાઇનલ્સમાં પહોંચવા તથા દેશ માટે મેડલ જીતવા સંપૂર્ણ સજ્જ છે.

જ્યારે ટીમ કેપ્ટન સાજન પ્રકાશે ઉત્કૃષ્ટ સુવિધાઓ અને સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ આયોજકોનો આભાર માનીને એશિયન ગેમ્સમાં દેશનું નામ રોશન કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં અર્જુન એવોર્ડી અને IOA સભ્ય ડોલા બેનરજી, SAI ગાંધીનગરના રીજનલ ડાયરેક્ટર પ્રશાંત કુમાર સિંહ, SAI NCOE અમદાવાદના ડાયરેક્ટર અદિતિ સિંહ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી મોનલ ચોકસી, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાણાવટી તથા ગુજરાત સ્ટેટ સ્વિમિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ચિંતન પટેલ સહિતના મહાનુભાવોએ ભારતીય સ્વિમર્સને પ્રોત્સાહિત કર્યા હતા.

ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વિમર્સને દબાણમુક્ત રહીને પોતાની ક્ષમતા મુજબનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી અને દેશવાસીઓની આકાંક્ષાઓ સાથે જાપાન જઈ રહેલી ભારતીય ટીમને સફળતા અને મેડલ વિજય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સ્વિમિંગ ટીમનો ટ્રેનિંગ કેમ્પ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ ખાતે 2 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી યોજાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande