નેત્રંગમાં તલાટીઓ હવે ગામમાં બેસીને કામગીરી કરશે
મામલતદાર કચેરીએ ગામવાર-દિવસ પ્રમાણે સમયપત્રક જાહેર કર્યું ગ્રામજનોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે તેવા પ્રયાસ વહીવટી તંત્રના સરપંચોને તલાટીઓની મુલાકાત દરમિયાન પંચાયત કચેરીમાં બેઠક અને જરૂરી રેકર્ડની વ્યવસ્થા કરવા સૂચના ભરૂચ
નેત્રંગમાં તલાટીઓ હવે ગામમાં બેસીને કામગીરી કરશે


નેત્રંગમાં તલાટીઓ હવે ગામમાં બેસીને કામગીરી કરશે


મામલતદાર કચેરીએ ગામવાર-દિવસ પ્રમાણે સમયપત્રક જાહેર કર્યું

ગ્રામજનોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે તેવા પ્રયાસ વહીવટી તંત્રના

સરપંચોને તલાટીઓની મુલાકાત દરમિયાન પંચાયત કચેરીમાં બેઠક અને જરૂરી રેકર્ડની વ્યવસ્થા કરવા સૂચના

ભરૂચ 10 સપ્ટેમ્બર (હિ.સ.)

ગ્રામજનોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે તે માટે નેત્રંગ મામલતદાર કચેરી દ્વારા તલાટીઓની ગામવાર હાજરીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરના હુકમના અનુસંધાને તલાટીઓએ નિયત દિવસોમાં સંબંધિત ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહી કામગીરી કરવાની રહેશે. આદેશ મુજબ પંકજ બી વસાવા અરેઠી અને નાના જાંબુડા, કૃતિકકુમાર બી. ભગત મોટા માલપોર અને નેત્રંગ, તેજલકુમારી બી. ગામીત કેલીકુવા અને મોરીયાણા, તેજલબેન કે. ચૌધરી મૌઝા અને કોયલી માંડવી, જયેશ આર. ચૌધરી વણખુટા અને આંજોલી અને અંકિતકુમાર એમ. વસાવા ગાલીબા, ખરેઠા અને કાંટીપાડા ગામે નિયત દિવસોમાં હાજર રહેશે.

ગુરુવારે મામલતદાર કચેરી ખાતે સમીક્ષા અને શનિવારે સેજા હેઠળના ગામોમાં ક્ષેત્રીય કામગીરી કરવામાં આવશે. આ હુકમનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે. ચૂંટણી અથવા અન્ય અગત્યની રાષ્ટ્રીય કામગીરી દરમિયાન આ સમયપત્રક લાગુ રહેશે નહીં.

સરપંચોને તલાટીઓની મુલાકાત દરમિયાન પંચાયત કચેરીમાં બેઠક અને જરૂરી રેકર્ડની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande