સેવા, સંવેદના અને સદભાવનાના કાર્યો સાથે જીતુ વાઘાણીનો જન્મદિવસ ઉજવાયો
ભાવનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં વિવિધ સેવાકીય, પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જરૂરિયાતમંદો, દિવ્યાંગો, બાળકો અને વૃદ્ધજનોના કલ્યાણને કેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
કેબિનેટ મંત્રીના જન્મદિવસે યોજાયેલ વિવિધ સેવાકીય કામગીરી


ભાવનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં વિવિધ સેવાકીય, પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જરૂરિયાતમંદો, દિવ્યાંગો, બાળકો અને વૃદ્ધજનોના કલ્યાણને કેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે જીતુ વાઘાણીએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે સમાજના સેવાભાવી આગેવાનો અને સંસ્થાઓને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈ બાળક આર્થિક મુશ્કેલીના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજ અને સરકાર તેની સાથે છે. બાળકોની સુષુપ્ત પ્રતિભાઓને ઓળખી તેનો વિકાસ કરવાની જવાબદારી પણ સમાજે સ્વીકારવી જોઈએ.

ભાવનગરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે 100 એકરમાં ‘વન કવચ’ શરૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ‘એક પેડ મા કે નામ 3.0 અંતર્ગત ચિત્રા સ્થિત મુખીની વાડી ખાતે 850 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા સેવા સેતુ કેમ્પમાં ચામડીના રોગો, એલર્જી અને બાળરોગોની તપાસ સાથે આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાયું હતું. જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ તેમજ 69 શાળાઓના 1453 અનાથ અને દિવ્યાંગ બાળકોને ફેન્સી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1417 દિવ્યાંગ બાળકો, વૃદ્ધજનો અને લાભાર્થીઓ માટે ભોજન સમારંભ યોજાયો હતો.

આ સાથે ભાવનગર મહાનગરપાલિકાના રૂ. 9.40 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. 9 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર સિવિક સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું હતું. ઉપરાંત, શબવાહિનીની ચાવી મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી તથા પીવાના પાણી માટે ટ્રેક્ટર વીથ ટેન્કર ખરીદવા રૂ. 20 લાખની ગ્રાન્ટ અર્પણ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande