કમલાબાગ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો.
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રૂ.1,23,500 રોકડા તથા ગંજીપ
કમલાબાગ  વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો.


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના

કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રૂ.1,23,500 રોકડા તથા ગંજીપાનાનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જ્યારે એક મહિલા

નાસી છૂટવામાં સફળ રહી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, જુરીબાગ

વિસ્તારમાં હુજુર પેલેસ બાપુના બંગલા પાછળ આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં

આવી હતી. આરોપી પ્રકાશબા ઉર્ફે પપ્પુબેન

દેવેન્રસિંહ જેઠવાના કબજાના મકાનમાં બહારથી લોકોને

બોલાવી અંગત ફાયદા માટે જુગારનો અખાડો

ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડો

પાડતા સ્થળ પરથી પ્રકાશબા ઉર્ફે પપ્પુબેન

દેવેન્રસિંહ જેઠવા (ઉ.વ.40), ભારતીબેન તુલસીભાઈ રાઠોડ (ઉ.વ.50), શાંતાબેન ખીમાભાઈ સુંડાવદરા (ઉ.વ.33), કારીબેન ઉર્ફે ભાનુબેન અશોકભાઈ પોરીયા (ઉ.વ.55) અને પરબત નાથાભાઈ ગોરાણીયા (ઉ.વ.24) મળી

આવ્યા હતા. જ્યારે કુસુમબેન સુનિલભાઈ ઝાલા સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપાનાના પત્તા અને રૂ.1,23,500 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા 5 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande