
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર
જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય
બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ
સાથે સંકળાયેલા આરોપી સામે જિલ્લા પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બગવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં દારૂનો જથ્થો વેચવાના આરોપસર ઝડપાયેલા બાવન કાનાભાઈ કટારા (31), રહે. બાવળવાવ ગામ, પોરબંદર, સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટસમક્ષ રજૂકરવામાં આવી હતી.પોલીસના જણાવ્યામુજબ, બગવદર પોલીસ
સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના
ગુનામાં અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક વિદેશી દારૂની 234 બોટલ, જેની કિંમત રૂ.2.67 લાખ
હોવાનું જણાવાયું છે, કબજે કરવામાં આવી હતી. આ ગુનામાં દારૂનો જથ્થો વેચવાના આરોપસર બાવન કાનાભાઈ કટારાની સંડોવણી સામે આવી હતી.ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ અટકાવવા માટે પોરબંદર પોલીસ દ્વારા આવા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ LCB દ્વારા આરોપી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા હેઠળ અટકાયતનો હુકમ કરી વોરંટ ઇશ્યુ કરતાં LCBના ઇન્ચાર્જ પીઆઈઆર.કે. કાંબરીયાએ આરોપીની અટકાયત કરી પાસ હેઠળ આરોપીને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya