સતલાસણાની કે.એમ. કોઠારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી
મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ વિદ્યાસંકુલ અંતર્ગત શેઠ સી.એન. ઉચ્ચતર માધ્યમિક શાળા અને કે.એમ. કોઠારી હાઇસ્કૂલ, સતલાસણાના NSSના વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત
મહેસાણા, 13 સપ્ટેમ્બર, 2026


મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ વિદ્યાસંકુલ અંતર્ગત શેઠ સી.એન. ઉચ્ચતર માધ્યમિક શાળા અને કે.એમ. કોઠારી હાઇસ્કૂલ, સતલાસણાના NSSના વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓને લોકશાહી, બંધારણ તેમજ કાયદા ઘડવાની પ્રક્રિયા અંગે પ્રત્યક્ષ જ્ઞાન મળે તે હેતુથી શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાના ઇતિહાસ, વિઠ્ઠલભાઈ પટેલના યોગદાન તેમજ વિધાનસભાની કામગીરી અંગે માહિતી મેળવી હતી અને વિવિધ બાબતોને પ્રત્યક્ષ નિહાળી હતી.આ પ્રસંગે ખેરાલુ-સતલાસણાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમની સાથે સમૂહ તસવીર પણ પડાવી હતી.વિધાનસભાની મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની હતી. પુસ્તકમાં ભણેલી લોકશાહી અને વિધાનસભાની કામગીરીને પ્રત્યક્ષ નિહાળવાનો અનુભવ મળતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સફળ આયોજન બદલ આચાર્ય દિનેશ પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર બાબુભાઈ પ્રજાપતિ, સહાયક કાંતાબેન ચૌધરી તેમજ શિક્ષકો પ્રવીણ ચૌધરી અને પંકજ પ્રજાપતિએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા ગુજરાત વિધાનસભાના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande