ધંધાની સાથે સમાજસેવાની અનોખી પહેલ, ઇલિયાસભાઈએ કેબિનને બનાવ્યું ‘બાપુનો બાળ ચબૂતરો’
ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં બાળકોમાં વાંચનની ટેવ વિકસે અને તેઓ પુસ્તકો સાથે જોડાય તે માટે ઉમરાળાના ઇલિયાસભાઈ દ્વારા અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી રહી છે. પોતાની નાનકડી કેબિનમાં સિંગ, દાળિયા, વટાણા સહિતની વસ્ત
પુસ્તકો


વાંચન કેન્દ્ર શરૂ કરનાર


ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં બાળકોમાં વાંચનની ટેવ વિકસે અને તેઓ પુસ્તકો સાથે જોડાય તે માટે ઉમરાળાના ઇલિયાસભાઈ દ્વારા અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી રહી છે. પોતાની નાનકડી કેબિનમાં સિંગ, દાળિયા, વટાણા સહિતની વસ્તુઓનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ઇલિયાસભાઈએ કેબિનને માત્ર વેપારનું સ્થળ ન રાખી જ્ઞાન અને વાંચનના કેન્દ્રમાં પણ પરિવર્તિત કરી છે.

ઇલિયાસભાઈએ પોતાની કેબિનમાં ‘બાપુનો બાળ ચબૂતરો’ નામથી વાંચન કેન્દ્ર શરૂ કર્યું છે. અહીં બાળકો અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તેમજ રસપ્રદ પુસ્તકો સહિત વિવિધ વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકો, વિદ્યાર્થીઓ તેમજ વડીલો પોતાની પસંદગીના પુસ્તકો અહીં નિઃશુલ્ક વાંચી શકે છે. કેબિનમાં પુસ્તકો માટે ખાસ જગ્યા ફાળવી વાંચન માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

આ પહેલનો મુખ્ય હેતુ બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવાનો, તેમને નવી માહિતીથી પરિચિત કરવાનો અને જ્ઞાનમાં વધારો કરવાનો છે. મોબાઈલ પાછળ વધુ સમય પસાર કરતા બાળકો પુસ્તકો વાંચે અને સર્જનાત્મકતા વિકસાવે તે માટે આ પ્રયાસ પ્રેરણાદાયી બની રહ્યો છે.

સામાન્ય રીતે વેપારી માટે દુકાન એટલે આવકનું સાધન, પરંતુ ઇલિયાસભાઈએ વેપાર સાથે સમાજને કંઈક પરત આપવાની ભાવનાને પ્રાધાન્ય આપ્યું છે. તેઓ જીવદયા, પ્રકૃતિ અને વૃક્ષપ્રેમ સાથે પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. ‘બાપુનો બાળ ચબૂતરો’ તેમની સમાજ પ્રત્યેની સંવેદના અને ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટેની ચિંતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande