નેત્રાથી નખત્રાણા સુધી વિદ્યાર્થીઓની પદયાત્રા, બસ સેવાના પ્રશ્ને તંત્ર ઝૂક્યું: નિયમિત સેવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનું લેખિત આશ્વાસન
કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) વર્ષોથી એસ.ટી. બસ સેવાની અનિયમિતતાથી પરેશાન નેત્રા પંથકના વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતર્યા હતા. ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા નિયમિત કરવાની માંગ સાથે નેત્રા ગામથી નખત્રાણા ડેપો સુધી વિદ્યાર્થીઓએ પદયાત્રા યોજતા સમગ્ર
ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા અંગે આંદોલન


ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા અંગે આંદોલન


ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા અંગે આંદોલન


ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા અંગે આંદોલન


ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા અંગે આંદોલન


કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) વર્ષોથી એસ.ટી. બસ સેવાની અનિયમિતતાથી પરેશાન નેત્રા પંથકના વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતર્યા હતા. ભુજ–નારાયણ સરોવર રૂટની બસ સેવા નિયમિત કરવાની માંગ સાથે નેત્રા ગામથી નખત્રાણા ડેપો સુધી વિદ્યાર્થીઓએ પદયાત્રા યોજતા સમગ્ર મામલો તંત્રના ધ્યાને પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓની એકતા અને વાલીઓ સહિત સ્થાનિક લોકોના સમર્થન વચ્ચે શરૂ થયેલી આ પદયાત્રાએ એસ.ટી. વિભાગમાં પણ હલચલ મચાવી હતી.

નેત્રા સ્થિત સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં ખીરસરા (નેત્રા) અને રામપર સર્વા ગામના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ માટે ભુજ–નારાયણ સરોવર વાયા નેત્રા રૂટની એસ.ટી. બસ શાળાએ આવવા-જવા માટેનું મહત્વનું સાધન છે. જોકે, વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વર્ષ 2017થી આ રૂટ પર બસ સેવા નિયમિત ન મળતાં શિક્ષણ મેળવવા જતાં વિદ્યાર્થીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બસ ઉપલબ્ધ ન હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને પગપાળા શાળાએ પહોંચવાની ફરજ પડતી હતી.

લાંબા સમયથી યથાવત રહેલી આ સમસ્યાના ઉકેલ માટે વિદ્યાર્થીઓએ આજે સંગઠિત થઈ પદયાત્રા શરૂ કરી હતી. વિદ્યાર્થીઓની માંગ માત્ર બસ સેવા પૂરતી સીમિત નહોતી, પરંતુ જવાબદારી નક્કી કરવાની પણ માગ ઉઠાવવામાં આવી હતી. ભુજ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવા સહિત સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

પદયાત્રા ટોડીયા ફાટક નજીક પહોંચતા જ એસ.ટી. તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ ભુજ વિભાગીય નિયામક તરફથી બસ સેવા નિયમિત કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. સાથે જ ભુજ ડેપો મેનેજર સહિત જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવાની ખાતરી પણ લેખિતમાં આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

લેખિત ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પદયાત્રા અને આંદોલન સમેટી લીધું હતું. આ દરમિયાન વાલીઓ, આસપાસના ગામોના સરપંચો તથા જાગૃત નાગરિકો પણ વિદ્યાર્થીઓની સાથે જોડાયા હતા. વર્ષોથી ચાલી રહેલી સમસ્યા સામે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પરંતુ અસરકારક રીતે અવાજ ઉઠાવી તંત્રને નિર્ણય લેવા મજબૂર કર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે લેખિત બાંહેધરીનો અમલ કેટલો ઝડપથી થાય છે તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande