ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા કોલવડા ખાતે ભૂમિસીમાંકન રી-સર્વે વાંધા નિકાલ કામગીરીની સ્થળ તપાસ
ગાંધીનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં ભૂમિસીમાંકન અંતર્ગત ચાલી રહેલી રી-સર્વે વાંધા નિકાલની કામગીરી પારદર્શી અને સચોટ રીતે થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા ગાંધીનગર તાલુકાના કોલવડા ખાતે રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવ
કલેક્ટર


ગાંધીનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં ભૂમિસીમાંકન અંતર્ગત ચાલી રહેલી રી-સર્વે વાંધા નિકાલની કામગીરી પારદર્શી અને સચોટ રીતે થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા ગાંધીનગર તાલુકાના કોલવડા ખાતે રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ એસ.એલ.આર. - સેટલમેન્ટ લેન્ડ રેકોર્ડ ગાંધીનગર તથા આઈ.એલ.આર.- ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ ગાંધીનગરની ઉપસ્થિતિમાં સ્થળ પર ચાલી રહેલી જમીન માપણી અને રી-સર્વે વાંધા નિકાલની પ્રત્યક્ષ કામગીરીનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું.

માપણી કામગીરીની સમીક્ષા કરતી વખતે કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી કામગીરીને વધુ સુચારુ બનાવવા અગત્યનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ તેમણે ખેડૂતો અને જમીનધારકોના વાંધા-અરજીઓનું નિવારણ ગુણવત્તાસભર થાય અને સમગ્ર ભૂમિસીમાંકન પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ સાથે જરુરી સુચનાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande