
ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ટીબી ફોરમ અને જિલ્લા કક્ષાની ટીબી મુક્ત ભારત સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર પણ હાજર રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) અને જિલ્લા ક્ષય અધિકારી (DTO) ડો. શીતલ રામ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડિયન રેયોન જન સેવા સંઘના શ્રદ્ધા મહેતા, ડો. રાજુ કિષ્ણાણી, ગીર સોમનાથ જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ મિતેષ પરમાર પણ હાજર હતા. વેરાવળ સિવિલ હોસ્પિટલની ડોકટરોની ટીમ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ, ઉના દીવજ્યોત બ્લડ બેંક અને રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ટીબી મુક્ત ભારત અભિયાન, રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અને રક્ત સુરક્ષા સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓ દ્વારા આ મુદ્દાઓ પર જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલા, રેયોન જનસેવા સંઘના શ્રદ્ધા મહેતા, ગીર સોમનાથ જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ મિતેષ પરમાર અને સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દુબેજીનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ