
- રાય-રાયડાના મહત્તમ ભાવમાં ₹5નો વધારો
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા APMCમાં એક સપ્તાહ અગાઉની સરખામણીએ વિવિધ ખેતપેદાશોના ભાવ અને આવકમાં ફેરફાર નોંધાયો હતો. એરંડાના ભાવમાં વધારો થયો છે, જ્યારે આવકમાં 206 બોરીનો ઘટાડો થયો છે.
એરંડાની આજે 620 બોરીની આવક સામે ભાવ ₹1506થી ₹1535 પ્રતિ 20 કિલો રહ્યો હતો.
16 સપ્ટેમ્બરે 826 બોરીની આવક સાથે ભાવ ₹1478થી ₹1505 હતો. આમ, લઘુત્તમ ભાવમાં ₹28 અને મહત્તમમાં ₹30નો વધારો થયો છે.
રાય-રાયડામાં 128 બોરીની આવક સાથે ભાવ ₹1400થી ₹1525 રહ્યો હતો. અગાઉ 52 બોરીની આવક સાથે ભાવ ₹1450થી ₹1520 હતો. લઘુત્તમ ભાવ ₹50 ઘટ્યો, જ્યારે મહત્તમ ભાવ ₹5 વધ્યો છે.
ઘઉંની 49 બોરીની આવક સાથે ભાવ ₹500થી ₹621 રહ્યો હતો. મહત્તમ ભાવમાં ₹20નો વધારો થયો છે. બાજરીમાં 12 બોરીની આવક સાથે ₹415થી ₹438નો ભાવ રહ્યો હતો.
સુવાની 1 બોરી, અજમાની 5 બોરી, મેથીની 1 બોરી, જવની 6 બોરી અને રજકાની 20 બોરીની આવક નોંધાઈ હતી. રજકાના ભાવમાં અગાઉની સરખામણીએ ઘટાડો નોંધાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR