ગોલ્ડ મેડલ મેળવનારમાં દીકરીઓની સંખ્યા વધારે, આ બદલાઈ રહેલા ભારતની તસવીર: રાષ્ટ્રપતિ
- એમએસ યુનિવર્સિટીનો 75મો વાર્ષિક પદવીદાન સમારોહ - રાષ્ટ્રપતિના હસ્તે 30 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ. વડોદરા, 23 સપ્ટેમ્બર (હિ.સ) : વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યો
More number of daughters among gold medal winners, this is a picture of a changing India President


More number of daughters among gold medal winners, this is a picture of a changing India President


More number of daughters among gold medal winners, this is a picture of a changing India President


- એમએસ યુનિવર્સિટીનો 75મો વાર્ષિક પદવીદાન સમારોહ

- રાષ્ટ્રપતિના હસ્તે 30 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ.

વડોદરા, 23 સપ્ટેમ્બર (હિ.સ) : વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત શિક્ષણ જગત અને શાસનના ઉચ્ચ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ 75મા વાર્ષિક પદવીદાન સમારોહ પ્રસંગે 229 પીએચ.ડી., 2857 પીજી, 657 પીજી ડિપ્લોમા અને 8,814 યુજી મળી કુલ 12,557 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં દીકરીઓની સંખ્યા સૌથી વધારે છે, જે દેશમાં બદલાઈ રહેલા સશક્ત ભારતની એક સ્પષ્ટ તસવીર રજૂ કરે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ સંબોધનમાં જણાવ્યું કે, હું બધાં વિદ્યાર્થીને અભિનંદન આપું છું. ગોલ્ડ મેડલ મેળવનારમાં દીકરીઓની સંખ્યા વધારે છે, આ બદલાતા ભારતની તસવીર છે, જે દેશમાં મહિલાઓની ભાગીદારી વધવા તરફ ઇશારો કરે છે. આ તમારા જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે. વડોદરાની ધરતી પર MS યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધી આ યુનિવર્સિટી જ્ઞાનની ગંગા વહાવી રહી છે. આજની તમામ વર્તમાન સમસ્યાઓનું સમાધાન એ શિક્ષણ છે. આ દીક્ષાંતનો અવસર એ વિદ્યાર્થીઓ માટે જીવનનો મહત્વનો પડાવ છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ જણાવ્યું કે 'અહીંથી તમે દેશ અને સમાજનાં હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધશો. તમારું શિક્ષણ ત્યારે જ સાર્થક થશે જ્યારે તેનો લાભ દેશને અને સમાજને થાય. આજે ટેક્નોલિજકલ બદલાવો ખૂબ ઝડપથી થઈ રહ્યા છે. AIએ કોઈ પ્રશ્નનું સમાધાન કરી શકે પણ તમે શું પૂછો છો એ તમારા પર નિર્ભર છે. વિકસિત ભારત માટે આપણા રાષ્ટ્રીય મૂલ્યોને સાથે રાખી આગળ વધવાનું છે. આજે દીકરીઓ આગળ વધી રહી છે તેનો એ અર્થ નથી દીકરાઓ દેશ માટે કામ કરતાં નથી.

હું દીકરીઓને ધન્યવાદ કહેવા માંગુ છું જે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું છે અને યુવાઓના પ્રયાસથી દેશ ખૂબ આગળ વધશે.

તમારા જ યોગદાનથી દેશ ઉજ્જવળ ભવિષ્ય સાથે આગળ વધશે.'

સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રનિષ્ઠા કેળવવા પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત' અને 2024 સુધીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે યુવાનોને સક્રિય રાષ્ટ્ર નિર્માતા બનવા આહ્વાન કર્યું હતું.

પ્રથમવાર દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલના પગલે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ, ઇસી સભ્યો, બીઓમના સભ્યને સ્ટેજ પર સ્થાન આપ્યું નહોતું. તેની જગ્યાએ સ્ટેજ સામે પ્રથમ હરોળમાં તેમને બેસાડવામાં આવ્યા હતા. તેમજ ફેકલ્ટી ડીન દ્વારા ડિગ્રી પાસ કરવાની પ્રક્રિયા કરવાને બદલે રજિસ્ટ્રારે ડિગ્રી પાસ કરવાની પ્રક્રિયા કરી હતી. તેમજ યુનિવર્સિટી સોન્ગ પણ રાષ્ટ્રપતિ ગયા પછી વગાડવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande