
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુરુવારે એક્સ પર શેર કરેલા સુભાષિતમ્ માં સમાજમાં શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન આપવા માટે વાણીમાં અનુશાસનનો અભ્યાસ કરવા પર પ્રકાશ પાડ્યો.
વડાપ્રધાન મોદીએ એક્સ પર સંસ્કૃતનો એક શ્લોક શેર કરતા લખ્યું,
'अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्। स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते॥'
જેનો અર્થ છે કે, આપણે હંમેશા સત્ય, મધુર અને લાભકારી શબ્દો બોલવા જોઈએ, જેનાથી કોઈના મનમાં અશાંતિ ન ફેલાય. પવિત્ર જ્ઞાનનો નિરંતર અભ્યાસ અને ચિંતન વાણીને ઉન્નત અને સાર્થક બનાવે છે. વિચારપૂર્વક બોલાયેલા વચનો સમાજમાં શાંતિ, સદ્ભાવ અને સકારાત્મકતા ફેલાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ