ભાવનગર મંડળમાં મુસાફરોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા નિયમિત તપાસ
- ‘સ્વચ્છતા હી સેવા–2026’ અંતર્ગત પીવાના પાણીના સ્ત્રોતોની સઘન દેખરેખ. ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાન અંતર્ગત મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે સ્ટેશનો પર
ભાવનગર મંડળમાં મુસાફરોને


- ‘સ્વચ્છતા હી સેવા–2026’ અંતર્ગત પીવાના પાણીના સ્ત્રોતોની સઘન દેખરેખ.

ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાન અંતર્ગત મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે સ્ટેશનો પર પીવાના પાણીના સ્ત્રોતોની નિયમિત અને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય સ્ટેશનોની સાથે-સાથે નાના અને વે-સાઇડ સ્ટેશનો પર આવેલા વોટર કૂલર, વોટર બૂથ અને વોટર હટ વગેરેમાંથી પાણીના નમૂનાઓ લઈ તેમની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે.

તાજેતરમાં ભાવનગર મંડળમાં પીવાના પાણીની દેખરેખ દરમિયાન 13 (10%) નમૂનાઓમાં અવશિષ્ટ ક્લોરીન (Residual Chlorine) NIL જોવા મળ્યું હતું. આ તમામ સ્થળોએ ફરીથી તપાસ કરવામાં આવી, જેમાં 0.2 થી 0.5 ppm સુધી અવશિષ્ટ ક્લોરીન જોવા મળ્યું. આ ઉપરાંત, આ સ્થળોએથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓનું બેક્ટેરિયોલોજિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું, જેમાં તમામ નમૂનાઓ FIT જણાયા.

પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે Free Residual Chlorineની નિયમિત તપાસ, બેક્ટેરિયોલોજિકલ પરીક્ષણ તેમજ નિર્ધારિત ધોરણો અનુસાર રાસાયણિક પરીક્ષણો કરવામાં આવે છે. અગાઉ NIL જણાયેલા સ્થળોએ વિશેષ દેખરેખ રાખીને નિયમિત આવર્તક મોનિટરિંગ ચાલુ રાખવામાં આવશે, જેથી મુસાફરોને સતત સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મુસાફરોના આરોગ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપીને પીવાના પાણીના સ્ત્રોતોની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે તથા કોઈપણ ખામી જણાય તો તાત્કાલિક પુનઃપરીક્ષણ અને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે છે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે મુસાફરો માટે સ્વચ્છતા, સુરક્ષિત પીવાનું પાણી અને આરોગ્ય સુરક્ષા રેલવેની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે. ‘સ્વચ્છતા હી સેવા–2026’ દરમિયાન પીવાના પાણીની ગુણવત્તાની દેખરેખને વધુ અસરકારક બનાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande