સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન” અંતર્ગત ITI જૂનાગઢ ખાતે “સુરક્ષા સંવાદ” કાર્યક્રમ યોજાયો
જુનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષની સમર્પિત જનસેવાના ઉપલક્ષમાં રાજ્ય સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્યમાં યુવ
સેવા મેરા યોગદાન” અંતર્ગત


જુનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષની સમર્પિત જનસેવાના ઉપલક્ષમાં રાજ્ય સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્યમાં યુવાવર્ગમાં વધતા માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તેમજ યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી અંતર્ગત “સુરક્ષા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે ITI, જૂનાગઢ ખાતે BISAGના માધ્યમથી “સુરક્ષા સંવાદ” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ITI જૂનાગઢના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી, હેલ્મેટ તથા સીટબેલ્ટના ઉપયોગ સહિત માર્ગ અકસ્માતોથી બચવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં “સુરક્ષિત વાહનચાલન – સુરક્ષિત જીવન” અંગે જાગૃતિ વધારવાનો અને માર્ગ સલામતીના નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવા પ્રેરિત કરવાનો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande