માંગરોળના ઢેલાણા અને લોએજ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : 2650 અરજીઓનો સ્થળ પર જ નિકાલ
જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરની ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના ઢેલાણા અને લોએજ ગામ ખાતે સેવા સેતુ કાર્ય
માંગરોળના ઢેલાણા અને લોએજ ગામ


જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરની ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના ઢેલાણા અને લોએજ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો અને કુલ 2650 જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

વહીવટી તંત્ર દ્વારા માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં ૧૫૫૦ જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે લોએજ ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૧૦૦ જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે મળી રહે તે માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આવક અને જાતિના પ્રમાણપત્રો, EWS પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, જેમ કે નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું તથા જરૂરી સુધારા કરાવવા, નવું આધારકાર્ડ કઢાવવું અથવા તેમાં જરૂરી સુધારા કરાવવા, આયુષ્માન ભારત કાર્ડ, જન્મ, મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી સેવાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ઢેલાણા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, અગ્રણી સર્વનિલેશ સોમૈયા, નરેન્દ્રભાઈ ડોડીયા, તાલુકા પંચાયતના સદસ્યો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેવી જ રીતે, લોએજ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખ નારણભાઈ વાજા, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ નંદાણીયા, અગ્રણી સર્વ ભરતભાઈ ગરચર, અરજણભાઈ આંત્રોલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande