શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કોડિનાર તાલુકાના પીપળી ખાતે સી.સી.રોડનું લોકાર્પણ અને મધ્યાહ્ન ભોજન કિચન શેડનું ખાતમુહૂર્ત કર્યું
ગીર સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.) શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કોડિનાર તાલુકાના પીપળી ખાતે રૂ.૯૬ લાખના ખર્ચે તૈયાર થયેલા સી.સી.રોડનું લોકાર્પણ અને રૂ.૭ લાખના ખર્ચે નિર્માણ થનાર મધ્યાહ્ન ભોજન કિચન શેડનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ પોતાના
કોડિનાર તાલુકાના પીપળી ખાતે સી.સી.રોડનું લોકાર્પણ


ગીર સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.) શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કોડિનાર તાલુકાના પીપળી ખાતે રૂ.૯૬ લાખના ખર્ચે તૈયાર થયેલા સી.સી.રોડનું લોકાર્પણ અને રૂ.૭ લાખના ખર્ચે નિર્માણ થનાર મધ્યાહ્ન ભોજન કિચન શેડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

મંત્રીએ પોતાના ઉદબોધનમાં ગ્રામ્ય સુવિધાને અનુલક્ષીને જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના નાના એવા પીપળી ગામમાં રૂ. ૯૬ લાખના ખર્ચે સુવિધાપથનું લોકાર્પણ થયું છે. આ લોકાર્પણ એ માત્ર એક રસ્તાનું નિર્માણ નથી પરંતુ, આ સુવિધાપથ એ વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭ સુધીના 'વિકસીત ભારત'ના સંકલ્પનું પ્રતીક છે. આ સુવિધાપથના લોકાર્પણ સાથે ગામમાં સુવિધાના એક નવા યુગની શરૂઆત થઈ છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રનું નિર્માણ હંમેશા વર્ગખંડમાંથી થાય છે. વિદ્યાર્થીઓ રાષ્ટ્રનિર્માણમાં પાયાની ઈંટ છે. રૂ.૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર મધ્યાહ્ન ભોજન કિચન શેડથી વિદ્યાર્થીઓની ભૌતિક સુવિધામાં ઉમેરો થશે.

છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ વાતની સાબિતી છે કે, 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને લઈ ચાલનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સતત નાગરિકલક્ષી સુવિધાઓ વધી રહી છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંડિત દિન દયાળ ઉપાધ્યાયના અંત્યોદયનો વિચાર લક્ષમાં લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માણસની ચિંતા કરી છે. મુખ્યમંત્રી તરીકે તેમના ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકેના તેમના ૧૨ વર્ષ એ માત્ર શાસન નહિ પરંતુ સેવા, સુશાસન અને જનકલ્યાણનું શાસન બની રહ્યું છે. જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો થકી એમના સેવા અને સુશાસનની ૨૫ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. એમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

ગ્રામજનોની લોકજાગૃતિને બીરદાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સ્નેહસભર લાગણીથી ચૂંટવા સાથે જ મને આપેલી જવાબદારીનું નિષ્ઠાપૂર્વક વહન કરી આપ સર્વેની આશાઓ પર ખરો ઉતરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. આ સાથે જ મંત્રીશ્રીએ આગામી સમયમાં સત્વરે નવા વિકાસલક્ષી કામો પાર પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સબળ નેતૃત્વના કારણે સતત થઈ રહેલા દરિયાકાંઠા વિસ્તારના ગ્રામ્ય વિકાસની વાત રજૂ કરી જિલ્લો વધુ વિકાસલક્ષી આયામોમાં અગ્રેસર રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

'આંગણ ઉત્સવ' અંતર્ગત મંત્રીએ સતત ૯૦ દિવસ આંગણવાડીમાં હાજર રહેનાર બાળકોને 'પોષણ ચેમ્પિયન એવોર્ડ' અને બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રીમાતાઓ તથા કિશોરીઓના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ માટે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આશાવર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કર્યા હતાં.

કાર્યક્રમમાં અગ્રણી દિલીપભાઈ મોરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આભારવિધિ શ્રી હરિભાઈ ગોહિલે કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા, સિંચાઈ સમિતીના ચેરમેન નીતાબહેન મોરી, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, કોડિનાર યુનિયન બેંકના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા, સરપંચ રસીલાબહેન ગોહિલ, અગ્રણી સર્વશ્રી જીતુભાઈ બારડ, અજયભાઈ પરમાર, ભગુભાઈ પરમાર, રામીબહેન વાજા, પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, કોડિનારના મામલતદાર એચ.કે.ભાસ્કર અને મોટી સંખ્યામાં પીપળી અને આસપાસના વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande