સિદ્ધપુરના બિંદુ સરોવરે ભાદરવી પૂનમથી 16 દિવસ માતૃશ્રાદ્ધનો ધાર્મિક માહોલ જોવા મળશે
પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ઐતિહાસિક બિંદુ સરોવર ખાતે ભાદરવી પૂનમથી 16 દિવસના પિતૃપક્ષનો પ્રારંભ થશે. આ દરમિયાન માતૃતર્પણ અને શ્રાદ્ધવિધિ માટે ધાર્મિક માહોલ જોવા મળશે. સિદ્ધપુરનું બિંદુ સરોવર ‘માતૃગયા’ તરીકે દેશભરમાં પ્રસિદ્ધ છે. ધાર્મ
સિદ્ધપુરના બિંદુ સરોવરે ભાદરવી પૂનમથી 16 દિવસ માતૃશ્રાદ્ધનો ધાર્મિક માહોલ જોવા મળશે.

પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ઐતિહાસિક બિંદુ સરોવર ખાતે ભાદરવી પૂનમથી 16 દિવસના પિતૃપક્ષનો પ્રારંભ થશે. આ દરમિયાન માતૃતર્પણ અને શ્રાદ્ધવિધિ માટે ધાર્મિક માહોલ જોવા મળશે.

સિદ્ધપુરનું બિંદુ સરોવર ‘માતૃગયા’ તરીકે દેશભરમાં પ્રસિદ્ધ છે. ધાર્મિક પરંપરા મુજબ અહીં સ્વર્ગસ્થ માતાની આત્મશાંતિ અને મોક્ષ માટે માતૃશ્રાદ્ધ તથા તર્પણ કરવામાં આવે છે.

પિતૃપક્ષ દરમિયાન વહેલી સવારથી યજમાનો ગૌર બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ સંકલ્પ, તર્પણ અને પિંડદાન સહિતની ધાર્મિક વિધિઓ કરશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાની શક્યતા છે.

માતૃતર્પણની વિધિ સુવ્યવસ્થિત રીતે કરાવવા માટે આશરે 140 ગૌર બ્રાહ્મણો સેવા આપશે. સિદ્ધપુરના તીર્થગોરોની આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે.

તીર્થગોર પરિવારો પાસે યજમાનોની વંશાવલીના પ્રાચીન ચોપડા પણ સચવાયેલા છે. તેમાં વિવિધ પરિવારો અને તેમના પૂર્વજોની વિગતો નોંધાયેલી હોવાથી વર્ષો બાદ આવતા યજમાનોને જૂની વંશાવલીની માહિતી મળી શકે છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ વિસ્તારો અને વિદેશથી પણ પરિવારો સિદ્ધપુર પહોંચશે. જેના કારણે 16 દિવસ દરમિયાન બિંદુ સરોવર અને શહેરમાં ધાર્મિક ચહલપહલ વધશે.

માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર આવતા લોકો બિંદુ સરોવર ખાતે માતા અને પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ સમયગાળા દરમિયાન ‘માતૃગયા તીર્થ’ બિંદુ સરોવર શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનની ધાર્મિક વિધિઓથી ગુંજી ઊઠશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande