
ગીર સોમનાથ 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આરટીઓ વિભાગ દ્વારા ઓવરલોડ અને ખનીજ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.ઓગસ્ટ માસમાં કુલ રૂ.11 લાખથી વધુની દંડનીય કાર્યવાહી કરાઈ હતી.
સહાયક મોટર વાહન નિરીક્ષક જે.એ.ટાંકનાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ઓવરલોડ ખનીજ વહન કરતા ત્રણ ડમ્પર ડિટેઇન કરવામાં આવ્યા હતા. ત્રણેય ડમ્પરમાં મોટા પથ્થરોનું વહન કરવામાં આવી રહ્યું હતું અને વાહનો ઓવરલોડ હોવાનું જણાતા આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં ઓગસ્ટ મહિના દરમિયાન આરટીઓ વિભાગ દ્વારા કુલ 288 ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ઓવરલોડના 17 મેમો બનાવાયા હતા અને રૂ. 2.03 નો દંડ ફટકારાયો હતો. ઓડીસીના 5 મેમો બનાવાયા હતા અને ઓડીસી હેઠળ રૂ. 34,000નો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે રોડ સેફ્ટી હેઠળ 252 મેમો ઇશ્યૂ કરી રૂ.8.06 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
જોકે, આરટીઓ અધિકારીએ વાહનચાલકો અને માલિકોને અપીલ કરી છે કે વાહનના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ રાખવામાં આવે અને વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ માલ ભરવામાં ન આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ