ઉમરગામમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સનું સરપ્રાઈઝ ચેકિંગ, 28 દુકાનદારો પાસેથી રૂ. 5,600નો દંડ વસૂલાયો
વલસાડ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા ઉમરગામ તાલુકામાં તમાકુના બિનઅધિકૃત વેચાણ અને નિયમોના પાલન અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા ખોરાક અન
ઉમરગામમાં તમાકુ નિયંત્રણ ટાસ્કફોર્સ દ્વારા પાનના ગલ્લા અને દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું.


વલસાડ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા ઉમરગામ તાલુકામાં તમાકુના બિનઅધિકૃત વેચાણ અને નિયમોના પાલન અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા પાનના ગલ્લા અને પાર્લર સહિત કુલ 28 દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનાર દુકાનદારો પાસેથી કુલ રૂ. 5,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ચેકિંગ દરમિયાન દુકાનદારોને તમાકુ નિયંત્રણ કાયદાની વિવિધ જોગવાઈઓ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ, 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને તમાકુનું વેચાણ નહીં કરવા તેમજ શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નહીં કરવા અંગે કડક અમલ માટે તાકીદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આરોગ્યલક્ષી ચેતવણી વિના સિગારેટ તથા અન્ય તમાકુ ઉત્પાદનોનું છૂટક વેચાણ ન કરવા પણ દુકાનદારોને સૂચના આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંહ અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, પોલીસ વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

આ કામગીરીથી તમાકુના નિયમવિરોધી વેચાણ સામે તંત્રની સઘન કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande