
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મહામંડળ દ્વારા ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે મહેસાણા લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા 30 સપ્ટેમ્બરે રક્તદાન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કાર્યક્રમમાં લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારીઓ જોડાયા હતા અને રક્તદાન કરીને પોતાની માંગણીઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
કર્મચારી મંડળના જણાવ્યા મુજબ ગ્રેડ પે સહિતના વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યકક્ષાએ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે મહેસાણામાં રક્તદાન કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તેમની અપેક્ષા છે. આંદોલનના ભાગરૂપે વિવિધ રીતે રજૂઆત કરવામાં આવી રહી છે. મહેસાણામાં યોજાયેલા રક્તદાન કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ રક્તદાન સાથે પોતાની પડતર માંગણીઓ અંગે ધ્યાન દોર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR