સુરતના સારોલીમાંથી બિહાર હત્યા કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે બિહારના સમસ્તીપુર જિલ્લામાં નોંધાયેલા હત્યા કેસમાં વોન્ટેડ 26 વર્ષીય શિવશંકર રઘુવીર સહાનીને ઝડપી પાડ્યો છે. આરોપી હત્યા બાદ સુરત આવી ઓળખ છુપાવીને રહેતો હતો અને સારોલી ગેટ નજીક આવેલા કિરણ ટ
Wanted Accused in Bihar


સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે બિહારના સમસ્તીપુર જિલ્લામાં નોંધાયેલા હત્યા કેસમાં વોન્ટેડ 26 વર્ષીય શિવશંકર રઘુવીર સહાનીને ઝડપી પાડ્યો છે. આરોપી હત્યા બાદ સુરત આવી ઓળખ છુપાવીને રહેતો હતો અને સારોલી ગેટ નજીક આવેલા કિરણ ટ્રાન્સપોર્ટમાં મજૂરીકામ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. માહિતીના આધારે સારોલી પોલીસની ટીમે કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મૂળ સમસ્તીપુર જિલ્લાના દરવા ગામનો રહેવાસી છે અને સારોલીના હનુમાન ફળિયામાં આવેલી ઈશ્વરકૃપા રેસિડેન્સીમાં ભાડે રહેતો હતો. આશરે અઢી મહિના પહેલાં પૈસાની બાબતે થયેલા પારિવારિક વિવાદ બાદ તેણે ઘરે ઊંઘી રહેલા પિતા પર કુહાડીથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં પિતાનું ગળું, મોઢું અને હાથ ગંભીર રીતે કપાયા હતા. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ સુરત આવી ગયો હતો.

આ ઘટનાને લઈને આરોપીની માતાએ બિહારના હલોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સારોલી પોલીસે આરોપી સામે BNSS કલમ 72 હેઠળ કાર્યવાહી શરૂ કરી બિહાર પોલીસને જાણ કરી છે. હવે બિહાર પોલીસની ટીમ સુરત આવી આરોપીનો કબજો મેળવશે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande