રાત્રિના અંધકારમાં 108 બની આશાનું કિરણ: કિમના રસ્તા પર એમ્બ્યુલન્સમાં ગુંજી નવજાત બાળકની કિલકારી
સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.) કિમના ગણેશ નગર વિસ્તારમાં રહેતી ધુલિયા દેવીને રાત્રિના સમયે પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવસરે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. રાત્રે 2.45 આ કેસની જાણ થતાં EMT સાહિલ ચૌધરી અને પાયલોટ આતિશ જોષીએ સ્થળ પર પહો
108 becomes a ray of hope


સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.) કિમના ગણેશ નગર વિસ્તારમાં રહેતી ધુલિયા દેવીને રાત્રિના સમયે પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવસરે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. રાત્રે 2.45 આ કેસની જાણ થતાં EMT સાહિલ ચૌધરી અને પાયલોટ આતિશ જોષીએ સ્થળ પર પહોંચી મહિલાને સારવાર માટે CHC સાયણ ખાતે લઈ જવા રવાના થયા હતા.

મહિલા દ્વિતીય ગર્ભાવસ્થા ધરાવતી હતી. કિમથી CHC સાયણ તરફ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા વધી જતાં EMT સાહિલ ચૌધરી દ્વારા પરિસ્થિતિને પારખી સમય ગુમાવવામાં આવે તો જોખમ ઉભું થાય એમ હોવાથી જરૂરી તાત્કાલિક સારવાર આપી રાત્રે 3.16 કલાકે 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી હતી, જેમાં મહિલાએ સ્વસ્થ બાળકીનો જન્મ આપ્યો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ERCP ડૉ. કૌશલ સાહેબના માર્ગદર્શન હેઠળ જરૂરી તબીબી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકી બંનેની સ્થિતિ સ્થિર જણાતાં બંનેને વધુ તપાસ અને જરૂરી સારવાર માટે CHC સાયણ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરી બદલ EME હિતેશભાઈ તથા પ્રોગ્રામ અભિષેક ઠક્કર દ્વારા 108 ટીમની તાત્કાલિક અને જવાબદારીપૂર્ણ કામગીરીને બિરદાવી હતી. દર્દીના પરિવારજનોએ પણ કપરા સમયે પ્રસૂતિ દરમિયાન સમયસર સેવા બદલ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande