ઉનાના મોઠાની બંસીધર ગૌશાળામાં કૃષ્ણ જન્મોત્સવે ગાયો માટે ચુરમાના લાડુ બનાવાયા
- ગોપી મંડળની બહેનો અને યુવાનોએ સેવા કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું સોમનાથ,5 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના તાલુકાના મોઠા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બંસીધર ગૌશાળામાં સેવા કાર્ય કરાયું. ગૌશાળાના યુવાનો અને ગોપી મંડળની બહેનોએ આ કાર્ય કર્યું
ઉનાના મોઠાની બંસીધર ગૌશાળામાં


- ગોપી મંડળની બહેનો અને યુવાનોએ સેવા કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું

સોમનાથ,5 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના તાલુકાના મોઠા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બંસીધર ગૌશાળામાં સેવા કાર્ય કરાયું. ગૌશાળાના યુવાનો અને ગોપી મંડળની બહેનોએ આ કાર્ય કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ગાયો અને મૂંગા પ્રાણીઓ માટે ચુરમાના લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સવારે નવ વાગ્યાથી તમામ લોકો શ્રીકૃષ્ણ ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા. બપોરના એક વાગ્યા સુધી શોભાયાત્રા ચાલી હતી. ત્યારબાદ થોડા સમયના વિરામ પછી બપોરે અઢી વાગ્યે બધા ગૌશાળામાં હાજર રહ્યા હતા. ત્યાં તેમણે સેવા કાર્યમાં ભાગ લીધો હતો.

આ ચુરમાના લાડુ ભગવાનનો જન્મ થયા પછી સવારે ગાયો અને મૂંગા પ્રાણીઓને ખવડાવવામાં આવશે. જન્મોત્સવની વધાઈ રૂપે તેમનું મોં મીઠું કરાવવાના ઉદ્દેશ્યથી આ લાડુ બનાવવામાં આવ્યા હતા.

આ સેવા કાર્યનો બીજો ઉદ્દેશ્ય પણ હતો. સામાન્ય રીતે લોકો સાતમ-આઠમના તહેવારમાં જુગાર રમવા કે રખડવા જેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. પરંતુ મોઠા ગામના યુવાનો અને મહિલાઓએ આ તહેવારને સાચા અર્થમાં ધાર્મિક ઉત્સવમાં બદલીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande