
અમરેલી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના અનીડા ગામ ખાતે શ્રી અનીડા સૂર્ય જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં ઉપસ્થિત રહી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સભાસદો તથા આગેવાનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો.
સભા દરમિયાન સહકારી ક્ષેત્રની કામગીરી, ગ્રામ્ય વિકાસ અને ખેડૂતો તથા ગ્રામજનોના હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને નવી ગતિ આપવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
સહકારી મંડળીઓ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોને એક મંચ પર લાવી તેમના આર્થિક અને સામાજિક વિકાસ માટે સહકારનું માધ્યમ અસરકારક સાબિત થઈ રહ્યું છે.
આ પ્રસંગે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ સભાસદો અને આગેવાનોને ગ્રામ્ય વિકાસ માટેના તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સહકારથી સમૃદ્ધિ અને સહકારથી ગ્રામ્ય વિકાસ—આ સંકલ્પ સાથે અનીડા ગામે વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai