ઠાંસા ગામને મળ્યું ભવ્ય પ્રવેશદ્વાર, વિકાસની ગાથામાં ઉમેરાયું નવું સીમાચિહ્ન
અમરેલી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઠાંસા ગામ ખાતે ગામની આગવી ઓળખને ઉજાગર કરતું નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરી ગ્રામજનો સાથે વિકાસની નવી દિશા અંગે વાતચીત કરવામાં આવી હતી. ભવ્ય અને આકર્ષક પ્રવેશદ્વાર ઠાંસા ગામમાં પ્રવેશતા લોકોનું સ્વાગત કરવાની સાથે ગામની આગવી ઓળખને વધુ મજબૂત બનાવશે.

ગામના વિકાસમાં માત્ર પાયાની સુવિધાઓ જ નહીં, પરંતુ ગામની સુંદરતા, ઓળખ અને ગૌરવમાં વધારો કરતા માળખાકીય વિકાસકાર્યો પણ મહત્વપૂર્ણ હોય છે. આ પ્રવેશદ્વાર ઠાંસા ગામની વિકાસયાત્રામાં વધુ એક સુંદર અને યાદગાર સીમાચિહ્ન બની રહેશે.

લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોમાં પણ નવા પ્રવેશદ્વારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિકાસની સાથે ગામની ઓળખ અને ગૌરવને નવી ઊંચાઈ આપતું ઠાંસાનું આ ભવ્ય પ્રવેશદ્વાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande