
પાટણ, 08 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પાટણના કમલમ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાની કાર્યશાળા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યશાળામાં પ્રદેશ વક્તા ડૉ. સંજય દેસાઈએ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સેવા, સંકલ્પ અને લોકોની ભાગીદારી સાથે અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી સત્યેન કુલાબકર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી પુષ્પા ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપસિંહ ઠાકોર, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, લાલજી દેસાઈ, જિલ્લા સંયોજક અશોક પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ