ફેમિના મિસ ઇન્ડિયા તેલંગાણા 2027નો પ્રારંભ, રાજ્યની પ્રતિભાઓને મળશે રાષ્ટ્રીય મંચ
નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.) હૈદરાબાદમાં ફેમિના મિસ ઇન્ડિયા તેલંગાણા 2027નો સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો. મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન અને મેઘા સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની ભાગીદારીમાં શરૂ થયેલું આ આયોજન તેલંગાણાની સુંદરતા, પ્રતિભા અને સમૃદ્ધ સંસ્
ફેમિના મિસ ઇન્ડિયા-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.) હૈદરાબાદમાં ફેમિના મિસ ઇન્ડિયા તેલંગાણા 2027નો સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો. મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન અને મેઘા સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની ભાગીદારીમાં શરૂ થયેલું આ આયોજન તેલંગાણાની સુંદરતા, પ્રતિભા અને સમૃદ્ધ સંસ્કૃતિને રાષ્ટ્રીય મંચ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

લોન્ચ કાર્યક્રમમાં ફેમિના મિસ ઇન્ડિયા સાઉથ 2026 ઇન્દુ ફાલ્ગુણી અને ફેમિના મિસ ઇન્ડિયા તેલંગાણા 2024 પ્રકૃતિ કમ્બમ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. બંનેએ પોતાના મિસ ઇન્ડિયા પ્રવાસના અનુભવો શેર કરતા રાજ્યની યુવા મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આ મંચનો ભાગ બનવા પ્રોત્સાહિત કર્યા.

મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડવાઇડ મીડિયા અને ટાઇમ્સ ગ્રુપના એક યુનિટે મેઘા સર્વિસિસને ત્રણ વર્ષ માટે ફેમિના મિસ ઇન્ડિયા તેલંગાણાના એક્સક્લુઝિવ સ્ટેટ લાઇસન્સી તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલનો ઉદ્દેશ્ય માત્ર સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવાનો નથી, પરંતુ તેલંગાણાના વારસા, કલા, હસ્તકલા, ખાન-પાન, તહેવારો અને આધુનિક જીવનશૈલીને પણ મંચ પર પ્રદર્શિત કરવાનો છે. ટેલેન્ટ હન્ટને હૈદરાબાદ સુધી સીમિત રાખવામાં આવશે નહીં, પરંતુ રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાંથી પ્રતિભાઓને જોડવાની યોજના છે. પસંદ કરાયેલા સ્પર્ધકોને ગ્રૂમિંગ, મેન્ટરશિપ અને પેજન્ટ્રી સંબંધિત અનુભવો પણ આપવામાં આવશે.

આયોજકોનું કહેવું છે કે, આ મંચ તેલંગાણાની યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તકો પૂરી પાડશે. રાજ્યસ્તરીય ઓડિશન ઓક્ટોબર અને નવેમ્બર 2026માં વિવિધ તબક્કામાં યોજવાની યોજના છે, જ્યારે ગ્રાન્ડ ફિનાલે ડિસેમ્બરમાં હૈદરાબાદમાં યોજાવાની સંભાવના છે. રસ ધરાવતા સ્પર્ધકો માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. આ મંચ પરથી પસંદ કરાયેલી પ્રતિભાઓને મિસ ઇન્ડિયા સાથે ફેશન, મોડેલિંગ, મનોરંજન, મીડિયા અને લાઇફસ્ટાઇલ જેવા ક્ષેત્રોમાં આગળ વધવાની તકો મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande