ભચાઉમાં અસામાજિક તત્વો સામે, પોલીસનો ‘કરંટ’ એક્શન! ગેરકાયદે વીજ જોડાણો કાપી 20 આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી
કચ્છ, 08 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરો
ભચાઉમાં અસામાજિક તત્વો સામે પોલીસનો ‘કરંટ’ એક્શન


ભચાઉમાં અસામાજિક તત્વો સામે પોલીસનો ‘કરંટ’ એક્શન


ભચાઉમાં અસામાજિક તત્વો સામે પોલીસનો ‘કરંટ’ એક્શન


ભચાઉમાં અસામાજિક તત્વો સામે પોલીસનો ‘કરંટ’ એક્શન


કચ્છ, 08 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના કબજા-ભોગવટાવાળા મકાનોમાં ગેરકાયદેસર રીતે મેળવાયેલા વીજ જોડાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ડીજીપીની સૂચના અને સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ ડોરડીયા તથા પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભચાઉ પોલીસની ટીમે પીજીવીસીએલના કર્મચારીઓ સાથે સંકલન કરીને વિવિધ સ્થળોએ તપાસ કરી હતી.

તપાસ દરમિયાન કેટલાક મકાનોમાં વીજળી માટે નિયમિત મીટર લગાવવામાં આવ્યા ન હોવાનું અને વીજ જોડાણ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસ તથા પીજીવીસીએલની ટીમ દ્વારા, આવા વીજ જોડાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી હેઠળ આવેલા વ્યક્તિઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી, રાયોટિંગ, અપહરણ તથા પોક્સો સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવણીના ગુના નોંધાયેલા છે. ઉપલબ્ધ વિગતો પ્રમાણે, મેહુલ લાખાભાઈ કોલી, ભાવેશ ચતુરભાઈ દેવીપૂજક, અજય ચતુરભાઈ દેવીપૂજક, વદાશીર દાઉદ રાજા, અરવિંદ મગનભાઈ બારોટ, સુરેશ અરવિંદભાઈ બારોટ, દેવુબેન સહિત કુલ 20 જેટલા આરોપીઓના નામ કાર્યવાહી સાથે સંકળાયેલા છે.

ભચાઉ પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પર કાયદાનો કડક અમલ કરાવવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ રીતે પ્રોત્સાહન ન મળે તે સુનિશ્ચિત કરવાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને કાયદો તોડનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેવાના સંકેતો મળ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande