અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા, કસ્ટમના બે સુપ્રિન્ટેન્ડન્ટ અને બે ઈન્સપેક્ટર સસ્પેન્ડ
- બોડીવોર્ન કેમેરા બંધ રાખવાનો અને પેસેન્જરનો સામાન લઈ લેવાનો આરોપ અમદાવાદ,08 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમના બે સુપ્રિન્ટેન્ડન્ટ અને બે ઈન્સપેક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડેડ અધિકારી દ્રારા બોડી વોર્ન કેમેરા બં
અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા, કસ્ટમના બે સુપ્રિન્ટેન્ડન્ટ અને બે ઈન્સપેક્ટર સસ્પેન્ડ


- બોડીવોર્ન કેમેરા બંધ રાખવાનો અને પેસેન્જરનો સામાન લઈ લેવાનો આરોપ

અમદાવાદ,08 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમના બે સુપ્રિન્ટેન્ડન્ટ અને બે ઈન્સપેક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડેડ અધિકારી દ્રારા બોડી વોર્ન કેમેરા બંધ હતા. તેમને થોડાં દિવસ પહેલાં જ મેમો પણ આપવામાં આવ્યા હતા.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પેસેન્જર અને કસ્ટમ વિભાગના અધિકારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થતાં હોય છે. તેના કારણે આક્ષેપો પણ થતાં હોય છે. આ પરિસ્થિતિને ખાળવા માટે જ કસ્ટમ વિભાગ તરફથી એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા હતા. પરંતુ જેમની સામે સામાન લઈ લેવાનો આક્ષેપ થયો છે તેઓના બોડી વોર્ન કેમેરા બંધ હતા. જેથી આ અંગે કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.

અત્યાર સુધીમાં બે સુપ્રિટેન્ડેન્ટ વિનય અરોરા તથા કુલદીપ પાલીવાલ અને બે ઇન્સપેક્ટર ભરત મીણા તેમજ કૌશલકુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દુબઈથી અમદાવાદ વચ્ચેની ફ્લાઈટમાં શુક્રવારે સવારે આવેલા મુસાફરો પૈકીના બે મુસાફરોને રોકીને પૂછતાછ કરવામાં આવી હતી. આ મુસાફરો પૈકી સુરતના પ્રવાસી દ્વારા કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા સામાન લઈ લેવામાં આવ્યો હોવાની ફરિયાદ કસ્ટમના ઉચ્ચ અધિકારીને ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદના પગલે ઉચ્ચ અધિકારી એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જો કે પેસેન્જર ત્યાંથી રવાના થઈ ગયા હતા અને તેમનો ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરીને સુરતના કોસંબા ખાતે પહોંચી જઈને તેમનું પ્રાથમિક સ્ટેટમેન્ટ લીધું હતું.

આ નિવેદનના પગલે કસ્ટમના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇસ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગે ઝીણવટભરી ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અધિકારીઓએ મુસાફરના આક્ષેપો નકારી કાઢ્યા છે.

કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુસાફરનું સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કસ્ટમ્સ અધિકારીઓના નિવેદન લેવામાં આવશે. ત્યાં સુધી કે મુસાફરને એરપોર્ટ પર બોલાવીને તેમની સાથે કઇ જગ્યાએ શું ઘટના બની હતી તે અંગે રિહર્સલ કરાવવામાં આવશે.

ત્યારબાદ સીસીટીવી તેમ જ અન્ય રીતે ચેક કરવામાં આવશે. જો કોઇપણ વ્યક્તિ ખોટું બોલતું જણાશે તો તેમની સામે કસ્ટમ્સ એક્ટ હેઠળ ખોટી માહિતી આપવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડયે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande