
જૂનાગઢ,8 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ ખાતે 18 થી 28 વર્ષના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે 11 સપ્ટેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી 11 સપ્ટેમ્બર ના રોજ કોમર્સ એન્ડ બી.બી.એ. કોલેજ કેમ્પસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ, એ.આઈ.એ. એવિએશન એલ.એલ.પી., એસ.એમ.એફ.જી. ઇન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ-જૂનાગઢ સહિતના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી રોજગારવાંચ્છુ ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યુ યોજશે. આ ભરતીમેળામાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે એસ.એસ.સી, સ્નાતક કે અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ( 18 થી 28 ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ